વિદેશી દારૂના સપ્લાયરનું નામ ખુલ્યું
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રંગપર(બેલા) ગામ નજીક આવેલ પ્લેટીનિયમ પેકેજીંગ કારખાના બહાર દીવાલ પાસે શંકાસ્પદ હાલતમાં પુઠાના બોક્સની હેરાફેરી કરતા એક શખ્સને રોકી પુઠાના બોક્સની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪૨ બોટલ કિ.રૂ. ૩૧,૭૭૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી આરોપી બાબુભાઇ ઉર્ફે પાગો પરબતભાઇ કરગતા ઉવ.૨૫ રહે.બેલા(રં) તા.મોરબીવાળાની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના હેતુસર સુ.નગર જીલ્લાના ગોપાલગઢના વિપુલભાઈ સોમાભાઈ લોદરીયા પાસેથી લઈ આવ્યાનું પકડાયેલ આરોપી દ્વારા જણાવતા તાલુકા પોલીસે હાજર નહિ મળી આવેલ આરોપી વિપુલભાઈને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.