મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભડિયાદ ગામે રામાપીરના ઢોરે પાણીના ટાકા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા સાગરભાઈ ચંદુભાઈ કુણપરા ઉવ.૨૦, શામજીભાઈ ગાંડુભાઈ ભોજવીયા ઉવ.૨૮, સુનિલભાઈ દીલીપભાઇ ભીમદુખીયા ઉવ.૨૪ તથા કાળુભાઈ ટપુભાઈ પરમાર ઉવ.૪૮ તમામ રહે.ગામ ભડિયાદ તા.જી.મોરબીને રંગેહાથ દબોચી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી ગંજીપત્તાના પાના સહિત રોકડા રૂ.૧૯,૨૦૦/-ના મુદ્દામાલ સાથે ચારેય આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.


 
                                    






