મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે મચ્છોનગર ગામમાં નવા રહેવા આવેલ તૌફિક સંધી પોતાના રહેણાંકમાં દેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત ઉપરોક્ત રહેણાંક સ્થળે રેઇડ કરવામાં આવતા, મકાનની ગેલેરીમાંથી પ્લાસ્ટિકના બાચકામાં અલગ અલગ ક્ષમતા વાળા પલાડતીકના બાચકામાંથી ૨૨૫ લીટર દેશી દારૂ કિ.રૂ.૪૫,૦૦૦/- મળી આવ્યો હતો, દરોડા દરમિયાન આરોપી તૌફિક આદમભાઈ લધાણી રહે.મૂળ ગામ રફાળેશ્વર હાલ રહે.મચ્છોનગર ગામ વાળો હાજર નહીં મળી આવતા, પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.