નવરાત્રીની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં લવ જિહાદને લઈ જાગૃત્તા ચલાવાઇ રહી છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની મોરબી જિલ્લા ટીમ દ્વારા પણ આવી ઘટનાઓ અટકાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેમજ વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ તથા દુર્ગાવાહિની મોરબી જિલ્લાના અધિકારીઓ તથા કાર્યકર્તા દ્વારા છઠ્ઠા નોરતે શ્રી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી અને ત્યાં દુર્ગાવાહિનીની બેહનો દ્વારા તલવાર રાસ રમવામાં આવ્યો હતો. તેમજ નવરાત્રી મહોત્સવમાં કોઈ વિધર્મી શખ્સ તો નથી આવી ગયો તે અંગે તપાસ કરવામાં આવી હતી. જો કે, આયોજકો દ્વારા કોઈ વિધર્મી શખ્સને એન્ટ્રી ન આપવામાં આવી હોવાનું જાણવા મળતા વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ તથા દુર્ગાવાહિની મોરબી જિલ્લા દ્વારા ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે શ્રી પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા આ અંગે પુરે પુરો સાથ સહકાર પણ આપવામાં આવ્યો હોવાનું વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ તથા દુર્ગાવાહિની મોરબી જિલ્લા દ્વારા જણાવવામાં આવ્યું હતું.