Wednesday, October 30, 2024
HomeNewsTankaraટંકારા પોલીસ દ્વારા શહેરમા અને મુખ્ય બજારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ

ટંકારા પોલીસ દ્વારા શહેરમા અને મુખ્ય બજારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ

પી.એસ.આઈ. બી. ડી. પરમારે ધુમ સ્ટાઈલ બાઈકચાલકો અને લુખ્ખા તત્વોને પકડવા તખ્તો તૈયાર કર્યો

- Advertisement -
- Advertisement -

ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશનમાં નવ નિયુક્ત થાણા અધિકારી બી. ડી. પરમારની નિમણુંક થયા બાદ અનલોકને પગલે મળેલ છુટછાટોને ધ્યાનમાં રાખી શહેરના મુખ્ય માર્ગો ઉપર સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજી હતી. અને લુખ્ખા તત્વો ફટફટિયું લઈને સ્ટાઈલ મારતા લવરમૂછિયા અને બજારોમા આડેધડ પાર્ક થતાં વાહનોને કડક સૂચના આપી નડતર ન થાય એમ વાહનો રાખવા જણાવ્યું હતું અને શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

તદ્ઉપરાંત, ચોરીના બનાવોને રોકવા નાઈટ પેટ્રોલીંગ અને નવા પોઇન્ટનો વધારો કર્યો છે. સાથે તાજીયાની રાત્રે નાના છોકરા દ્વારા કરેલા છમકલા અને તોડફોડને ગંભીરતાથી લઈ ક્યારેય ન ભૂલે એવી શિક્ષા આપી ટંકારામા શાંતિ અને સુરક્ષા સાથે કોમી એકતા બની રહે માટે હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોને વિશ્ર્વાસમા લઈ મામલો થાળે પાડયો હતો. જેની પંથકમાં ભારે સરાહના થઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!