Saturday, December 28, 2024
HomeGujaratટંકારાના કલ્યાણપર ગામે શ્રમિક મહિલાની હત્યા:આરોપી પતિની શોધખોળ

ટંકારાના કલ્યાણપર ગામે શ્રમિક મહિલાની હત્યા:આરોપી પતિની શોધખોળ

વતનમાં આવેલા મકાનમાં માતા-પિતાને રહેવા દેવા મામલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચરમસીમાએ પહોંચી જતા પતિએ પત્નીનું કાસળ કાઢી નાખ્યું

- Advertisement -
- Advertisement -

ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે આજે વહેલી સવારે ખેતમજુર શ્રમિક દંપતી વચ્ચે થયેલા ઝઘડા બાદ પતિએ પથ્થરના ઘા ઝીકી પત્નીને મોતના ઘાટ ઉતારી દેતા ચકચાર જાગી છે. ઘટનાની જાણ થતા જ ટંકારા પોલીસ કાફલો દોડી ગયો છે અને આરોપી પતિ પણ હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે દસેક દિવસ પહેલા જ બાળકો સાથે ખેત મજૂરી કરવા આવેલા રાયબેન સુબોભાઈ વસુનીયા નામની પરિણીતાની તેના જ પતિ સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયાએ પથ્થરના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા આ હત્યાના બનાવ અંગે મૃતક રાયાબેનના ભાઈ સુમારીયા પારસિંહ માવીએ ટંકારા પોલીસ મથકમાં બનેવી સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 302 મુજબ ગુન્હો નોંધી તપાસ ચાલુ કરી આરોપી સુધી પહોંચવા તજવીજ શરૂ કરી છે, જો કે આરોપી પોલીસની હાથવેંતમાં જ હોવાનું જાણવા મળે છે.

દરમિયાન ફરિયાદી સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના બેન રાયાબેને મજૂરી કરી વતનમાં મકાન બનાવ્યું હોય જે મકાનમાં પતિ સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયા રહેવા દેવાનું કહેતો હોય રાયાબેને ના પાડતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાઈ ગયેલા આરોપી પતિ સુબોભાઈ રાયાબેનને માથામાં પથ્થરના ઘા મારી દેતા રાયાબેનનું મૃત્યુ નીપજ્યું હતું.જેની જાણ ફરિયાદી સુમારીયા પારસિંહ માવીને થતા આ મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એચ.એચ.હેરભાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!