Sunday, December 29, 2024
HomeGujaratટંકારા:પોલીસ ફરિયાદ પાછી લઈ લેવાની ના પાડતા વૃદ્ધ સહિત બે ઉપર ૬...

ટંકારા:પોલીસ ફરિયાદ પાછી લઈ લેવાની ના પાડતા વૃદ્ધ સહિત બે ઉપર ૬ શખ્સોએ કર્યો હુમલો

ટંકારા:યુવકે પોતાના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરેલી હોય જે પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા યુવકના પિતા દબાણને વશ ન થતા ટંકારાની ખીજડીયા ચોકડી પાસે યુવકના પિતા સહિત અન્ય એકને આંતરી ૬ શખ્સોએ લાકડાના ધોકા, ધારીયા તથા ઢીકા પાટુનો માર મારતા વૃદ્ધ સહિત બંનેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા માથાના ભાગે અને શરીરે ટાંકા આવ્યા હતા. ત્યારે ભોગ બનનાર વૃદ્ધ દ્વારા છ આરોપીઓ સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી કામધેનુ પાછળ મચ્છુનગરમાં રહેતા અને પશુપાલનના ધંધાર્થી એવા ૬૦ વર્ષીય ભીખાભાઇ સોમાભાઈ સિંધવ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી ગુલમામદ દરીયાખાન ચૌહાણ, દેવાભાઈ ગુલમામદ ચૌહાણ, કમાભાઈ ગુલમામદ ચૌહાણ, જીગો ગુલમામદ ચૌહાણ, અમીત ગુલમામદ ચૌહાણ તથા ટીકુ કમાભાઈ ચૌહાણ રહે.બધા ટંકારાવાળા સામે ફરિયાદ નોંધાવી કે ફરીયાદી ભીખાભાઇના દિકરા બાબુભાઈએ પોતાના બનેવી નવઘણ કિશોરભાઈ પરમાર રહે-વાંકાનેરવાળા વિરૂધ્ધ ફરીયાદ કરેલ હોય જેથી આરોપી ગુલમામદ પોલીસ ફરિયાદ પાછી લઈ સમાધાન કરવા ફરીયાદી ભીખાભાઈને દબાણ કરતા હોય, જેથી ભીખાભાઇએ સમાધાન કરવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઇ જઈ ગઈકાલ તા.૧૮/૦૯ ના રોજ ભીખાભાઇ ટંકારાની ખીજડીયા ચોકડીએ આવતા આરોપી ગુલમામદ તથા તેના બે પુત્રો દેવાભાઈ અને કામભાઈ સાથે મળીને ભીખાભાઇને ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી ત્રણેય આરોપીઓએ ભીખાભાઈને ઢીકાપાટુનો માર માર્યો હોય બનાવ બાદ સાહેદ ભાવેશ રમેશભાઈ ટંકારા ખીજડીયા ચોકડીએ પોતાનુ મોટર સાયકલ લેવા જતા આરોપી જીગો ગુલમામદ, અમિત ગુલમામદ તથા ટીકુ કમાભાઈએ લાકડાના ધોકા વડે માથામા તથા શરીરે માર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ભીખાભાઇ તથા ભાવેશભાઈની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવતા જ્યાં બંનેને માથામાં ટાંકા તથા શરીરે ફ્રેકચર જેવી ઇજાઓ અંગેની સારવાર લીધી હતી. હાલ ભીખાભાઇ દ્વારા ઉપરોક્ત છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આરોપીઓની અટકાયત કરવા તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!