મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં મહાશિવરાત્રી પર્વ દરમિયાન પ્રતિવર્ષે યોજાતા ઋષિ બોધોત્સવના ઉજવણી અંતર્ગત આ વખતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ અને આર્ય સમાજ ત્રણ હાટડીના સંયુક્ત નેજા હેઠળ 14 ફેબ્રુઆરી, 2026ના રોજ 7 કિલોમીટરની મેરેથોન દોડ યોજાશે. આ મેરેથોનમાં વિવિધ વય જૂથના દોડવીરો ભાગ લઈ શકશે. આ માટે બે મુખ્ય કેટેગરીઓ જાહેર કરવામાં આવી છે: 15 થી 40 વર્ષના ભાઈ-બહેનો
41 વર્ષથી ઉપરના ભાઈ-બહેનો આ કાર્યક્રમ ઋષિ બોધોત્સવના અંગરૂપે યોજાઈ રહ્યો છે, જેમાં મહાશિવરાત્રીના અવસરે અનેકવિધ આધ્યાત્મિક, સામાજિક તેમજ સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
મેરેથોન દોડ દ્વારા યુવાનોમાં સ્વાસ્થ્ય જાગૃતિ, શારીરિક ક્ષમતા વિકાસ તેમજ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વેદો તરફ પાછા ફરવાના સંદેશને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ છે. ભાગ લેવા માટે નામ નોંધાવવા નીચેના સ્થળોનો સંપર્ક કરી શકાય છે: મહાલય ગુરૂકુલ, ટંકારા
આર્ય સમાજ, ટંકારા
આર્ય ડેરી, મેઈન બજાર, ટંકારા વધુ માહિતી માટે સંપર્ક કરી શકાય છે: 97249 72472
93130 03454
આ મેરેથોન દોડ ટંકારા તેમજ આસપાસના વિસ્તારોના લોકો માટે એક ઉત્સાહવર્ધક તક સાબિત થશે. આયોજકોએ સૌને આ કાર્યક્રમમાં ભાગ લઈને સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી અપનાવવા તેમજ ઋષિ બોધોત્સવને સફળ બનાવવા અપીલ કરી છે.









