ટંકારા ગઈકાલે સમગ્ર દેશ સાથે ટંકારામાં પણ 77માં પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ટંકારાના નવનિર્મિત સિવિલ કોર્ટ કેમ્પસ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટંકારાના પ્રિન્સિપલ સિવિલ જજ શ્રી એસ. જી. શેખના વરદ હસ્તે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોર્ટના કર્મચારીઓ, વકીલ મંડળના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.









