Sunday, October 13, 2024
HomeGujaratટંકારા : રોંગ સાઈડમાં આવતું બાઇક પોલીસ ની સરકારી સુમો સાથે અથડાતા...

ટંકારા : રોંગ સાઈડમાં આવતું બાઇક પોલીસ ની સરકારી સુમો સાથે અથડાતા અકસ્માત

ટંકારા : ટંકારા-મોરબી રોડ પર બાઇક સરકારી સુમો સાથે અથડાતા ટ્રાફિક પોલીસને ઇજા થઇ હતી. આથી, ટ્રાફિક પોલીસે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગે ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

ગઈકાલે તા. 28ના રોજ સાંજે 6-30 વાગ્યાની આસપાસ ટંકારા-મોરબી રોડ પર બારનાલા પાસે એચ.પી.ના પેટ્રોલ પંપની સામેના ભાગે મો.સા.રજી.નં-જી.જે.-૧૦-એજે-૮૬૯ના ચાલકે બેદરકારીપૂર્વક રોન્ગ સાઈડમાં બાઈક ચલાવતા ફરીયાદી સાલેમામદભાઇ હાજીભાઇ સુમરા (ડ્રા.પો.કોન્સ. ટ્રાફીક શાખા, મોરબી જીલ્લા)ના સરકારી વાહન સુમો પી.નં-૦૫ રજી.નં-જી.જે.-૦૩-જી-૨૦૦૪ સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે ટ્રાફિક પોલીસ સાલેમામદભાઇને ઇજા પહોંચી હતી. અને સરકારી સુમોમાં નુકશાની થઇ હતી. હાલમાં પોલીસે બાઇકચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!