ટંકારામાં દોઢ મહિના પૂર્વે દુષ્કર્મ થયા અંગે લજાઈ ગામના કાકા અને બે ભત્રીજાઓ ઉપર ફરિયાદ થઈ હોય જે કેસમાં સમાધાન કરવા પીડિતાના પિતરાઈ ભાઈ દ્વારા ફોન કરી રોકડા રૂપિયાની માંગણીને નકારતા ફોન ઉપર જેમફાવે તેમ ગાળો આપી સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની તેમજ ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપતા શખ્સ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારાના લજાઈ ગામે રહેતા અમૃભાઈ આલાભાઈ ચાવડા ઉવ.૩૬ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી મિલાન પોપટ જાદવ રહે.મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૪/૦૯ના રોજ ફરિયાદી અમૃતભાઈ તથા તેમના બે ભત્રીજાઓ વિરુદ્ધ દુષ્કર્મ કર્યા અંગેની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ થઈ હોય જે અનુસંધાને ત્રણેય કાકા-ભત્રીજાઓની ધરપકડ થઈ હોય જેમાં ત્રણ પૈકી બે કાકા-ભત્રીજનો જમીન ઉપર છુટકારો થાય હોય હજુ એક ભત્રીજો જેલમાં હોય. ત્યારે ફરિયાદી અમૃતભાઈને પીડિતાના પિતરાઈ ભાઈ મિલન જાદવે ફોન કરી દુષ્કર્મ કેસ બાબતે સમાધાન માટે ૧૨ લાખની માંગણી કરી હતી, જેમાં અમૃતભાઈ પાસે રૂપિયા ન હોય જેથી રોકડા આપવાની ના પાડતા આરોપી મિલન જાદવ એકદમ ઉશ્કેરાઈ ઉગ્ર અવાજે જેમફાવે તેમ અપશબ્દો બોલી આખા પરિવારને મારી નાખવાની અને સમાધાન નહીં કરે તો ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી. ફોન ઉપર આપેલ ધમકીથી અમૃતભાઈ એકદમ ડરી ગયા હતા. જેથી તેઓએ આરોપી મિલન જાદવ સામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.