Tuesday, October 8, 2024
HomeGujaratટંકારા:દુકાન પાછળ લઘુશંકા કરવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી થતા સામસામી ફરિયાદ...

ટંકારા:દુકાન પાછળ લઘુશંકા કરવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી થતા સામસામી ફરિયાદ નોંધાઈ

ટંકારાની લતીપર ચોકડી પાસે દુકાન પાછળ લઘુશંકા કરવા બાબતે થયેલ બબાલમાં બંને જૂથના લોકોએ એકબીજાને લાકડા ધોકા-પાઇપ તથા ઢીકાપાટુનો માર મારતા હાલ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર બનાવ મામલે બંને પક્ષો દ્વારા ટંકારા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષોના કુલ છ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર ટંકારામાં ગોકુલનગર સોસાયટી શેરી નં -૦૫ માં રહેતા રાજ ગોપાલભાઈ ઝાપડા ઉવ.૨૧ એ આરોપી અરજણભાઇ ટપુભાઈ ઝાપડા, માત્રાભાઈ ટપુભાઈ ઝાપડા, તથા સંજયભાઈ રાણાભાઇ ઝાપડા રહે. ત્રણે ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૪/૫ના રોજ ફરીયાદિએ આરોપી અરજણભાઇને કેબીન પાછળ લઘુશંકા કરવાનીના પાડતા જે આરોપીઓને સારુ નહી લાગતા રાજ ઝપડા તથા તેની સાથેના સાહેદને અપશબ્દો આપી ઢીકા-પાટુનો માર મારી ફરીયાદીને આરોપી અરજણભાઇએ પોતાના હાથમા રહેલ ધારીયા વડે જમણા ગાલે ઇજા કરી તેમજ આરોપી માત્રાભાઈએ વિજયને લાકડાનો ધોકો કાન ઉપર માથાના ભાગે મારી દેતા ઇજા કરી તથા આરોપી સંજયભાઇએ ઢીકા-પાટુનો મુંઢ માર માર્યો હતો જે મુજબની ફરિયાદ નોંધાવતા પોલીસે રાજ ઝાપડાની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે મારામારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની આઇપીસી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

જ્યારે સામા પક્ષે ટંકારાના જીવાપરા શેરીમાં રહેતા અરજણભાઇ ટપુભાઈ ઝાપડા ઉવ.૪૫ એ ટંકારા પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાવી કે આરોપી રાજ ગોપાલભાઈ ઝાપડા, વિજય નારણભાઈ ઝાપડા તથા કનુભાઈ ધોધાભાઈ ઝાપડાએ ગત તા.૨૪/૦૫ ના રોજ ફરીયાદિ અરજણભાઈએ આરોપી રાજ ઝાપડાને કેબીન પાછળ લઘુશંકા કરવા ઉભા રહેતા આરોપી વિજયએ ગાળો આપતા ફરીયાદિ અરજણભાઇએ ગાળો આપવાની ના પાડતા આરોપી રાજએ ફરીયાદિને ઢીકાપાટુનો માર મારી તથા આરોપી વિજયએ ફરીયાદિને લોખંડના પાઇપ વડે માથામા એક ધા તથા આરોપી કનુભાઈએ લાકડી વડે ફરીયાદી તથા સાથીને એક એક ધા મારી તથા ત્રણેય આરોપીઓએ ફરીયાદિ તથા સાથીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર અરજણભાઇએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

ઉપરોક્ત બે જૂથ વચ્ચે થયેલ મારામારીના બનાવ બાદ બંને પક્ષો દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકોની જુદી જુદી કલમ તથા જીપી એક્ટ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!