ટંકારા તાલુકાના મોટા રામપર ગામે કરીયાણાની દુકાન બહાર મોટર સાયકલ પાર્ક કરી દુકાન અંદર વસ્તુ ખરીદ કરીને પરત ફરતા ખેડૂતના મોટર સાયકલની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાના બનાવ અંગે ઇએફઆઇઆર નોંધાવી હોય, હાલ ટંકારા પોલીસ મથકમાં રૂબરૂ બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા પરીક્ષીતસિંહ રણુભા ઝાલા ઉવ-૩૩ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ફરીયાદીના પિતાજી રણુભા આલુભા ઝાલાની માલીકીનું હોન્ડા કંપનીનું યુનીકોર્ન મોટરસાયકલ જેના રજી.નં- જીજે-૦૩-એફએન-૬૬૨૦ કિ.રૂ.૨૫૦૦૦/- વાળુ તેઓની વાડીના મજુર રાજુભાઇ માંગીલાલ વાડીએથી મોટા રામપર મહેન્દ્રપુર ગામે દુકાને વસ્તુ લેવા માટે ગયેલ હોય અને મોટરસાયકલ દુકાન બહાર ખુલ્લા મેદાનમાં પાર્ક કરી દુકાનમાં વસ્તુ લેતા હોય દરમ્યાન બપોરના આશરે પોણા ત્રણેક વાગ્યા વખતે કોઇ અજાણ્યો ચોર ઇસમ ઉપરોક્ત મોટરસાયકલની ચોરી કરીને લઈ ગયો હોય, ત્યારે નિયમ અનુસાર બાઇક ચોરી અંગે ઓનલાઇન એફઆઈઆર નોંધાવી હતી, જે બાદ ગઈકાલે ટંકારા પોલીસ મથકમાં વાહન ચોરી અંગે રૂબરૂ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે