Wednesday, October 30, 2024
HomeGujaratટંકારા : ધુનડા (ખા.) ગામે રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું : છની...

ટંકારા : ધુનડા (ખા.) ગામે રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું : છની ધરપકડ

મોરબી એલસીબીએ ૬ ઈસમોને મોબાઇલ ફોન, ફોર વ્હીલ કાર તથા રોકડા રૂ.૧,૩૬,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૩,૯૭,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી.બી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મળેલ બાતમીનાં આધારે ટંકારા તાલુકાના ધુનડા (ખા.) ગામે મનોજભાઇ તુલશીભાઇ કાસુન્દ્રા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી/રમાડી જેની અવેજમાં નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે રેઇડ કરી સ્થળ પરથી જુગાર રમતા આરોપીઓ મનોજભાઇ તુલશીભાઇ કાસુન્દ્રા, મહમદમીયા ઉર્ફે અશરફ મુસ્તફામીયા બુખારી, ભરતભાઇ મોહનભાઇ જીવાણી, મહાદેવભાઇ લખમણભાઇ કાસુન્દ્રા, ઇબ્રાહીમભાઇ ઉર્ફે ઇભુ ગુલામભાઇ ચૌહાણ, પ્રભુભાઇ તળશીભાઇ બાવરવા વાળાઓને રોકડ રૂપીયા ૧,૩૬,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૦૪ કી.રૂ.૧૧,૦૦૦/-, ફોર વ્હીલ કાર મળી કુલ રૂ. ૩,૯૭,૦૦૦/- નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, HC શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC વિક્રમભાઇ કુંગસીયા, હરેશભાઇ સરવૈયા, રણવીરસિંહ જાડેજા સહિતનાઓ રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!