ભારતીય નૌસેનાના ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર અર્જુનસિંહ ઝાલા (224928-A, INAS 551) 15 વર્ષની શાનદાર સેવા બાદ નિવૃત્ત થયા છે. તેમના માદરે વતન ટંકારા તાલુકાના લજાઈ ગામમાં 5 ઓગસ્ટે સવારે 8 વાગ્યે ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અર્જુનસિંહે નૌસેનામાં ફાઇટર એરક્રાફ્ટની ઈલેક્ટ્રિકલ અને રેડિયો સિસ્ટમમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે, જે ગામ અને દેશ માટે ગૌરવની વાત છે.
મોરબીમાં પ્રાથમિક શિક્ષણ અને રાજકોટમાં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી, અર્જુનસિંહે 2010માં નૌસેનામાં જોડાયા. તેમણે INS ચિલ્કા, વિશાખાપટ્ટનમ, અને કોચીન ખાતે તાલીમ લીધી. ગોવાના INAS 551 ખાતે કિરણ એરક્રાફ્ટથી શરૂઆત કરી, તેમણે હોક એરક્રાફ્ટ, INS વિરાટ, ચકર સ્ક્વોડ્રન, અને પોરબંદર ખાતે INS સરદાર પટેલમાં સેવા આપી. 2023માં INAS 551 ફેન્ટમ્સમાં પોતાની કારકિર્દી પૂર્ણ કરી. 5 ઓગસ્ટે લજાઈ ગામમાં યોજાનાર આ સમારોહમાં ગ્રામજનો અર્જુનસિંહની દેશસેવા અને સમર્પણની ઉજવણી કરશે, જે દેશભક્તિ અને ગામના ગૌરવનું પ્રતીક બનશે