ટંકારની લતીપર ચોકડી નજીક ઓવર બ્રિજ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રકે પ્લેઝર મોપેડની પાછળથી હડફેટે લેતા મોપેડ ચાલકને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈને નાસી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના પંચાસર રોડ ઉપર પ્રમુખ સ્વામી સોસાયટી-૨ સંગાથ-૩ એપાર્ટમેન્ટ બ્લોક નં ૩૦૪માં રહેતા ભરતભાઇ ગોવિંદભાઇ સાણંદીયા ઉવ.૩૬ ગત તા.૧૨/૦૩ના રોજ પોતાનું હીરો કંપનીનું પ્લેઝર રજી.નં. જીજે-૦૩-એફએ-૯૨૪૧ લઈને જતા હોય ત્યારે ટંકારાની લતીપર ચોકડી ઓવર બ્રિજ ઉપર ટ્રક નં. જીજે-૦૩-એટી-૧૮૪૮ના ચાલકે પોતાનો ટ્રક ફૂલ સ્પીડમાં અને ગફલતભરી રીતે ચલાવી આવી પ્લેઝરને પાછળથી ટક્કર મારતા પ્લેઝર ચાલક ભરતભાઇ રોડ ઉપર પટકાતા તેમના બંને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી પોતાનું વાહન સ્થળ ઉપરથી લઈને નાસી ગયો હતો, હાલ ઇજાગ્રસ્ત ભરતભાઈએ ટંકારા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.