ટંકારાના નેકનામ-હમીરપર રોડ ઉપર કિશાન કોટન જીન સામે અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની હાલ ટંકારાના હમીરપર ગામની સીમમાં હેમંતભાઈ પટેલની વાડીમાં રહી ખેત મજૂરી કરતા સુરસિંહ ધનસિંહ કલેસ ઉવ.૨૬ ગઈ તા.૧૯/૦૨ના રોજ પોતાનું સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૦૩-ઈજે-૯૪૧૬ લઈને નેકનામ ગામે ખરીદી કરી પરત હમીરપર આવતા હોય ત્યારે બોલેરો રજી.નં. જીજે-૩૬-વી-૦૩૦૨ના ચાલકે પોતાની બોલેરો પુરપાટ ઝડપે અને બેદરકારી રીતે ચલાવી સુરસિંહના બાઇકને હડફેટે લેતા તેઓ બાઇક સહિત નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી, જેથી સુરસિંહનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકના મોટાભાઈ ભુનાભાઈ ધનેસિંહ કલેસ દ્વારા ટંકારા પોલીસ મથકમાં બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.