ટંકારામાં લતીપર ચોકડી ખાતે ભરાતી શનિવારી બજારમાં ગયેલ ખેડૂત-યુવકનું ધ્યાન ચૂકવી ખિસ્સામાં રહેલ મોબાઇલ કોઈ અજાણ્યા તસ્કર દ્વારા સેરવી લેવાયો હતો, હાલ યુવકની ફરિયાદને આધારે ટંકારા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામે હાર્દિકભાઈ પટેલની વાડીએ રહેતા જયેશભાઇ શંકરભાઇ નવલભાઈ કટારા ગઈ તા.૨૨/૦૨ના રોજ પોતાના મોટાભાઈ કલ્પેશભાઈ સાથે સાવડી ગામથી ટંકારા લતીપર ચોકડી ખાતે ભરાતી શનિવારી બજારમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે જયેશભાઈનો ૮,૫૦૦ની કિંમતનો રીયલમી કંપનીનો મોબાઇલ ફોન કોઈ સેરવી લઈ ગયો હોય, ત્યારે તુરંત મોબાઇલ ફોનમાં કોલ કરતા મોબાઇલ સ્વીચ-ઓફ થઈ ગયો હોય, ત્યારે જયેશભાઈના મોટાભાઈ કલ્પેશભાઈએ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.