ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામથી નાના રામપર ગામ જતા કાચા વાડી વાળા રસ્તે ટંકારા પોલીસ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સામેથી ચાલીને આવતા એક યુવકને રોકી તેની અંગઝડતી લેતા, પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ બ્લેડર પ્રાઇડની એક બોટલ કિ.રૂ.૨,૦૦૦/-મળી આવતા તુરંત આરોપી ભૂમિતભાઈ ધરમશીભાઈ રાંકજા ઉવ.૧૯ રહે. ચાંચપર ગામ તા. મોરબી વાળાની અટકાયત કરવામાં આવી હતી, હાલ પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે