મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટ ટીમે સગીર કિશોરનું શારીરિક શોષણ કરતા હોટલ સંચાલકની અટક કરી.
ટંકારા તાલુકાના લજાઈ ચોકડી નજીક આવેલ નારાયણી ચા-પાનની હોટલના સંચાલક દ્વારા બાળ-કિશોરને પોતાની હોટલમાં મજૂરી કામે રાખી તેનું શારીરિક અને આર્થિક શોષણ કરતો હોય ત્યારે મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટની પોલીસ ટીમ દ્વારા હોટલ સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટ ટીમને બાતમી મળી કે ટંકારાની લજાઈ ચોકડી નજીક આવેલ નારાયણી ચા-પાનની હોટલમાં સંચાલક અર્જુનસિંહ જાડેજા દ્વારા સગીર વય ધરાવતા બાળ કિશોરને પોતાની હોટલમાં મજૂરી કામે રાખી સાફ સફાઈ, ટેબલ સફાઈ, રસોઈ બનાવવામાં મદદ કરવી તેમજ વાસણ સફાઈ જેવા કામની મજૂરી કરાવી બાળ કિશોરનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવતું હોય જેથી તુરંત મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ ટીમ દ્વારા નારાયણી હોટલમાં રેઇડ કરી હોટલ સંચાલક આરોપી અર્જુનસિંહ બ્રિજરાજસિંહ જાડેજા ઉવ.૩૭ રહે. લજાઈ તા.ટંકારાવાળાની સામે બાળ અને તરૂણ (પ્રતિબંધિત)કાયદાની કલમ તથા જુવેનાઇલ જસ્ટીસ(કેર એંડ પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.