ટંકારા તાલુકાના છત્તર ગામે જીઆઇડીસી તથા લજાઈ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ કારખાના તેમજ ગોડાઉનમાં સીસીટીવી ફિટ ન કરાવી તથા કારખાનામાં રાખેલ કર્મચારી મજૂરોની મોરબી એસ્સુર્ડ એપમાં રજિસ્ટ્રેશન નહિ કરાવતા ચાર વ્યક્તિઓ વિરુદ્ધ જાહેરનામના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા મુજબ કારખાનામાં, ગોડાઉનમાં તેમજ ઔદ્યોગિક જગ્યાએ સીસીટીવી કેમેરા ફિટ કરવા તેમજ કર્મચારી મજૂરોનું સંબંધિત કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય ત્યારે છત્તર જીઆઈડીસીમાં આવેલ ડીલક્ષ આઈસ્ક્રીમના કારખાનામાં કર્મચારીઓનું આઇડી પ્રૂફ ન મેળવી હોય તેમજ મોરબી એસ્સુર્ડ એપમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર આરોપી કૈઝારભાઇ હાતીમભાઇ હથિયારી ઉવ-૫૯ રહે- રાજકોટ પારવડી ચોક સુગરવાલા કંપાઉન્ડ હાતીમી રેસિડેન્સી ફ્લેટ નં.૫૦૧, તેમજ છત્તર જીઆઈડીસીમાં ઇમિટેશન નામના કારખાનામાં સીસીટીવી કેમેરા ન રાખનાર આરોપી દસરથભાઇ પરસોતમભાઇ વૈષણવ ઉવ-૩૬ રહે.રાજકોટ શક્તિ પાર્ક શેરી નંબર-૦૪ મોરબી રોડ રાજકોટ આ સિવાય લજાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શ્રી સંકલ્પ ગોડાઉનની સામે આવેલ નામ વગરના બે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન લગાવનાર આરોપી અનીલભાઈ મોરભાઈ પરમાર ઉવ-૩૯ તથા આરોપી સુરેશભાઈ મોરભાઈ પરમાર ઉવ-૪૧ બન્નેરહે- મોરબી છોટાલાલ પંપ સામે શનાળા રોડ, ભેખડની વાડીવાળા એમ ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી જીલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.