ટંકારા: રાજકોટ હાઇવે ઉપર ઓમ કોમ્પ્લેક્ષના બીજા માળે દુકાનો ભાડે આપી તેના ભાડા કરાર પોલીસ મથકમાં જમા નહિ કરાવનાર દુકાન-માલીક સામે ટંકારા પોલીસે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારા પોલીસ ટીમ જીલ્લા કલેકટરના પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા અનુસંધાને ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન, રાજકોટ હાઇવે ઉપર ઓવર બ્રિજ ઉતરતા ઓમ કોમ્પ્લેક્ષમાં બીજા માળે દુકાન નંબર-૨૦૫ થી ૨૦૯ માં ગોલ્ડન સ્પા નામની દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યું હતું, ત્યારે સ્પાની આ દુકાનોના માલીક નવધણભાઇ વજાભાઇ ઝાપડા રહે. ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી તા.ટંકારા વાળાએ ગોલ્ડન સ્પાના સંચાલકને ઉપરોક્ત દુકાન ભાડે આપી તેનો ભાડા કરાર સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા નહિ કરાવી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હોય, જેથી ઉપરોક્ત આરોપી નવઘણભાઈ ઝાપડા વિરુદ્ધ જાહેરનામાના ભંગની કલમ ૨૨૩ તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.