Wednesday, March 4, 2026
HomeGujaratટંકારા: જી.ઇ.બી. પોલ પરથી એલ્યુમિનિયમ વાયર ચોર ગેંગનો પર્દાફાશ, એક આરોપી પકડાયો,...

ટંકારા: જી.ઇ.બી. પોલ પરથી એલ્યુમિનિયમ વાયર ચોર ગેંગનો પર્દાફાશ, એક આરોપી પકડાયો, ત્રણ ફરાર

ટંકારા પોલીસે ગણતરીના દિવસોમાં વાયર ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી રૂ.૯.૨૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના વિવિધ ગામોની સીમમાં જી.ઇ.બી.ના થાંભલાઓ પરથી એલ્યુમિનિયમ વાયર ચોરી કરતી રાજસ્થાની ગેંગના એક આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડ્યો છે. સાવડી, મિતાણા, હીરાપર અને સરાયા ગામની સીમમાં થયેલી બે અલગ અલગ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કુલ રૂ. ૯,૨૯,૭૫૦નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે ગેંગના અન્ય ત્રણ સાગરીતોને ઝડપી લેવા તપાસ તેજ બનાવાઈ છે.

ટંકારા તાલુકાના સાવડી ગામની સીમ વિસ્તારમાં અરણેશ્વર ફીડરના ૧૬ વીજ પોલ પરથી અંદાજે ૧૮૦૦ મીટર એલ્યુમિનિયમ વાયર તથા અન્ય બનાવમાં મિતાણા, હીરાપર અને સરાયા ગામની સીમ વિસ્તારમાંથી કુલ ૭૨૪૦ મીટર એલ્યુમિનિયમ વાયર અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ અંગે બે અલગ અલગ ગુનાઓ નોંધાયા હતા, ત્યારે ટંકારા પોલીસ મથક પીઆઇના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ભંગારના ડેલાઓ પર ખાનગી વોચ ગોઠવવામાં આવી હતી અને અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવવામાં આવી હતી. તે દરમિયાન પોલીસ ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હોય ત્યારે છતર-વાછકપર રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં બોલેરો મેકસી રજી.નં. જીજે-૦૩-બીડબ્લ્યુ-૩૧૫૭ મળી આવતા તેને ચેક કરવામાં આવ્યું હતું. જે વાહનમાંથી એલ્યુમિનિયમ વાયરના ગુંચરા મળી આવતા ડ્રાઇવર પાસે બિલ-આધાર પુરાવા માંગવામાં આવ્યા, પરંતુ કોઈ પુરાવો ન રજૂ કરી શકતા કડક પુછપરછ કરવામાં આવી હતી. પુછપરછ દરમિયાન આરોપીએ સાવડી ગામની સીમમાંથી વાયર ચોરીની કબૂલાત આપી હતી. રિમાન્ડ દરમિયાન મિતાણા, હીરાપર અને સરાયા ગામોમાંથી પણ જી.ઇ.બી.ના ચાલુ-બંધ વાયર કાપી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ચોરાયેલ એલ્યુમિનિયમ વાયર ભઠ્ઠીમાં ઓગાળી ઢાળીયા બનાવી છતર-રાજકોટ હાઇવે ઉપર આવેલા ભંગારના ડેલામાં સંતાડ્યા હોવાની માહિતી આપતા પોલીસે સ્થળ પરથી ઢાળીયા સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.

 

આ સાથે પોલીસે આરોપી કિશન મોહનલાલ ગુર્જર ઉવ. ૨૬ રહે. ડીડવાના તા.આમેટ જી.રાજસમંદ (રાજસ્થાન) વાળાની અટકાયત કરી હતી. જ્યારે અન્ય આરોપીઓ કિશન આશારામ ગુર્જર રહે.પીથા કા ખેરા ગામ તા. દેવગઢ જી. રાજસમંદ (રાજસ્થાન), કૈલાશસિંહ ઉર્ફે જીવરાજસિંહ રાવત રહે. હાલ ટંકારા મૂળ બ્યાવર (રાજસ્થાન) તથા શ્રવણસિંહ રહે. રાજસ્થાન વાળાના નામ ખુલતા તે ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલ આરોપી પાસેથી પોલીસે એલ્યુમિનિયમ વાયર આશરે ૪૬૫ કિ.ગ્રા. કિ.રૂ.૧,૯૬,૦૦૦/-,

એલ્યુમિનિયમ ઢાળીયા તથા વાયર કુલ ૯૨૫ કિ.ગ્રા. કિ.રૂ.૩,૨૩,૭૫૦/-, મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦ તથા બોલેરો મેકસી વાહન કિ.રૂ.૪,૦૦,૦૦૦/- એમ કુલ મળી રૂ.૯,૨૯,૭૫૦નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા ટંકારા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!