Monday, November 25, 2024
HomeGujaratટંકારા : ઓરપેટ કન્યા છાત્રાલય ખાતે ૭૫માં સ્વતંત્રતા પર્વની પુર્વ સંધ્યાએ અમુત...

ટંકારા : ઓરપેટ કન્યા છાત્રાલય ખાતે ૭૫માં સ્વતંત્રતા પર્વની પુર્વ સંધ્યાએ અમુત મહોત્સવ ઉજવાયો

ટંકારા ઓરપેટ કન્યા છાત્રાલય ખાતે ૭૫માં સ્વતંત્રતા પર્વની પુર્વ સંધ્યાએ અમુત મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ટંકારા તાલુકાની જુદી જુદી શાળામાંથી દેશભક્તિ ગીત, રાસ, એકપાત્ર અભિનય વગેરે વિવિધતાથી સભર કૃતિઓ પ્રસ્તુત થઈ હતી. કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્ય થયો હતો. ત્યારબાદ પ્રાસંગિક ઉદબોધન મામલતદાર એન.પી.શુક્લ દ્વારા કરવામાં આવ્યુ હતું આ ઉપરાંત આઝાદીના સંદર્ભમાં વિશેષ વાતો સમારંભના અધ્યક્ષ અને મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવનભાઈ ભાગ્યા દ્વારા રજુ થઇ હતી, આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, પ્રાથમિક શિક્ષણ અધિકારી ગરચર, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા ,જિલ્લા પંચાયતના સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડા, ભાજપ સંગઠનના કિરીટ અંદરપા, રૂપસિંહ ઝાલા, ભાવનાબેન કૈલા, ગણેશભાઈ નમેરા, બી.આર.સી કૉ ઓર્ડીનેટર કલ્પેશભાઈ, ઇન્ચાર્જ કેળવણી નિરીક્ષક ભાગ્યા રસિક, ઓરપેટ કન્યા વિદ્યાલયના બારૈયા ડાયાલાલ સહિતના અધિકારીઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય સંઘાણી ભાવેશભાઈએ કર્યું હતું. કાર્યક્રમ બાદ રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સર્વેએ નિહાળ્યું હતું.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!