ટંકારા તાલુકાના હીરાપર ગામ નજીક આવેલ સર્વસ્તુ પીન્ટેક્ષ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા તારાચંદ્ર વજરામ ગમેતી ઉવ-૧૮એ ગઈકાલે પોતે પોતાની જાતે ક્વાર્ટરના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. હાલ ટંકારા પોલીસે અકાળે મોતને ભેટેલા મૃતક યુવકના મૃત્યુના બનાવ મામલે અ.મોતની પોલીસ દફતરે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.