રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એલ.સી.બી.ની ટીમે ટંકારા તથા માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના લુંટ / ધાડ ના ગુન્હામાં તથા ટંકારા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી નાશી જવાના ગુન્હામાં એમ કુલ-૩ ગુન્હામાં છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના મંદસૌર જિલ્લા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, ટંકારા તથા માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના લુંટ / ધાડ ના ગુન્હામાં તથા ટંકારા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી નાશી જવાના ગુનાનો નાસતો ફરતો આરોપી નારજી કાનજી ડીંડોર (રહે. માદલકા કદવાલી ફળીયુ તા.થાંદલા જી.જાબુંઆ (એમ.પી.)) હાલે મધ્યપ્રદેશ રાજયના મંદસૌર જિલ્લા ખાતે હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ મોરબી એલ.સી.બી. એ ટીમ બનાવી મધ્યપ્રદેશ રાજયના મંદસૌર જિલ્લા ખાતે મોકલતા એલ.સી.બી. ટીમ દ્વારા હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા નાસતો ફરતો આરોપી નારજી કાનજી ડીડોર મંદસૌર કંબલકેન્દ્ર રોડ નયાઅબાદી વિસ્તારમાંથી ગઈકાલે તા.૨૯/૧૧/૨૩ ના રોજ મળી આવતા તેને પકડી પાડી હસ્તગત કરી આગળની જરૂરી કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવ્યો હતો.