ટંકારાના લજાઈ ગામમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન લગાવનાર ગોડાઉન માલીક સામે ગુનો નોંધાયો છે.
ટંકારા પોલીસ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગમાં રહી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અંતર્ગત કારખાનામાં કામ કરતા શ્રમિકોની નોંધ ન કરનાર, ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન લગાડનાર સામે કાર્યવાહીની કામગીરીમાં હોય તે દરમિયાન લજાઈ ગામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભરડીયા રોડ ઉપર શ્રી સંકલ્પ ગોડાઉનની બાજુમાં આવેલ નામ વગરના ગોડાઉનમાં સીસીટીવી ન લગાડનાર ગોડાઉન માલીક આરોપી રમેશભાઈ દેવરાજભાઈ પરમાર ઉવ.૪૫ રહે.મોરબી ચામુંડા પણ તપોવન વિદ્યાલય પાછળ છાત્રાલય રોડવાળાને નોટીસ આપી તેની વિરુદ્ધ જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.