ટંકારા તાલુકા આરોગ્ય કેન્દ્ર દ્વારા ચાંદિપુરમ રોગના આગમચેતીના ભાગરૂપે દવા સ્પ્રેનો છંટકાવ સાથે સાવચેતીના પાઠ ટિમ દ્વારા શીખવવામાં આવ્યા હતાં.પીએચસી ટંકારા સાવડી લજાઈ નેકનામ વિભાગમાં આવતા ગામોમા કાચા મકાન અને ઝૂંપડપટ્ટીમાં IRS સ્પ્રે છાટવાની કામગીરી કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે તેમજ ટંકારા તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પીએચસી ટંકારા સાવડી લજાઈ નેકનામ વિભાગમાં આવતા ગામોમાં કાચા મકાન અને ઝુંપડપટ્ટીમાં IRS સ્પ્રેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચાંદીપુરમ રોગ પુર્વ કામગીરી કરવા ઉપરાંત આ રોગ સામે સાવચેતી રાખવા માટે પુરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકોને આખી બાઈના કપડા, અંજવાસ મચ્છરદાની ઉપયોગ કરવા સહિતની સલાહ આપવામાં આવી હતી.