જમ્મુ – કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મરણ પામેલ લોકોના આત્માની શાન્તિ માટે આજે ટંકારા કોર્ટમાં ટંકારા બાર એસોસિએશન દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જે તકે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી તેમજ ટંકારા બાર એસોસિએશનના વકીલમિત્રો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.