ટંકારા સબ-રજીસ્ટ્રાર કચેરી સપ્તાહમાં માત્ર 2 દિવસ જ કાર્યરત રહેતી હોવાથી તેને રેગ્યુલર કરવાની માંગ સાથે આજ રોજ ટંકારા બાર એસોસીએસન દ્વારા મદદનીશ નોંધણી સર નિરિક્ષકને પત્ર લખવામાં આવ્યો હતો.
ટંકારા બાર એસોસીએસન દ્વારા મદદનીશ નોંધણી સર નિરિક્ષકને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૧ થી ટંકારા ખાતે સબ રજીસ્ટ્રાર કચેરી કાર્યરત છે. જે છેલ્લા ઘણા મહિનાઓથી અઠવાડીયાના માત્ર ૨ દિવસ ચાલુ રહે છે. ટંકારા તાલુકાના કુલ ૪૬ ગામડાઓ હોય તેમજ ટંકારાને હાલ નગરપાલીકાનો દરજ્જો પણ મળ્યો છે. ટંકારામાં કુલ ૪૫ જેટલા વકિલો વકીલાત કરી રહ્યા છે. હાલ ટંકારામાં પોલીપેક ઉદ્યોગ તથા જીનીંગ ઉદ્યોગ તેમજ છત્તર જી.આઈ.ડી.સી. વસાહત જેવા એકમો ઉપલબ્ધ હોય તથા ટંકારા તાલુકા તેમજ નગરપાલીકા વિસ્તારમાં બાંધકામોનો વિસ્તાર પણ વિકસીત થતો હોય જેને લીધે વેચાણ દસ્તાવેજનુ પ્રમાણ ખુબ જ જોવા મળે છે. જેને લીધે સબ રજીસ્ટ્રાર કચેરીમાં લોકોની ભીડ ખુબ જોવા મળે છે. આથી દસ્તાવેજ કરવા આવનાર લોકોને કોઈ મુશ્કેલી ઉભી ના થાય જેથી ટંકારા સબ સબરજીસ્ટ્રાર કચેરીને અગાઉની જેમ રેગ્યુલર કરી આપવા પત્રમાં ટંકારા બાર એસોસીએસન દ્વારા માંગ કરવામાં આવી છે.