૨૦૦ જેટલી રેપિડ કીટની સ્વખર્ચે વ્યવસ્થા કરી લોકોનાં ટેસ્ટ કરાવવામાં આવ્યા
મોરબી : મોરબીમાં કોરોનાના સંક્ર્મન દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે કોરોના ટેસ્ટ માટેની રેપિડ કીટની અછત સર્જાતા આજે લજાઈ પીએચસી સેન્ટર ખાતે જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર,નથુભાઈ કડીવાર, ટંકારા તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહેશ લિખિયા અને વલમજીભાઈ રાજપરા સહિતનાં ભાજપ આગેવાનો દ્વારા પોતાના ખર્ચે ૨૦૦ કીટની વ્યવસ્થા કરીને લોકોના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. આ આગેવાનો ઉપરાંત લજાઈ ગામનાં સરપંચે પણ પીએચસી ખાતે સવારથી હાજર રહીને પીએચસી સ્ટાફ સાથે સંકલન કરીને વ્યવસ્થા કરાવેલ હતી.