મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા મોરબી જીલ્લા એસ.પી. મુકેશ પટેલ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ટંકારા પોલીસ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ એક ઇસમને પાસા હેઠળ પકડી પડ્યો છે. અને આરોપીને લાજપોર મધ્યસ્થ જેલ સુરત, હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા એસ.પી. મુકેશ પટેલની સૂચના મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી ટંકારા પોલીસ દ્વારા મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકળાવામાં આવી હતી. જેને લઇ મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરીએ આરોપી અકીલભાઇ ફીરોજભાઇ સીડાનું પાસા વોરંટ ઇશ્યુ કર્યું હતું અને ઇસમની સત્વરે અટકાયત કરવા ટંકારા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમ બનાવી અકીલભાઇ ફીરોજભાઇ સીડાને આજરોજ તા.૧૦/૦૧/૨૦૨૬ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે.









