ટંકારાના સાવડી ગામથી ઓટાળા ગામ તરફ જવાના રસ્તે નદીના કાંઠે બાવળની ઝાડીઓમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર ટંકારા પોલીસ ટીમ દ્વારા રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન સ્થળ ઉપરથી ૫૦ લીટર દેશી દારૂ, ગેસના ચૂલા તથા ભઠ્ઠીના સાધનો સહિત ૧૧,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો, રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
ટંકારા પોલીસ ટીમને સોશ્યલ મીડિયામાં દેશી દારૂની ભઠ્ઠીનો વાયરલ થયેલ વિડીઓને આધારે તપાસ કરતા, ઉપરોક્ત વિડીઓ સાવડી ગામ નજીકનો હોવાનું અને દેશી દારૂની ભઠ્ઠી આરોપી રવીરાજસિંહ રહે.દેડકદડ તા.ધ્રોલ વાળા ચલાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું, જેથી ટંકારા પોલીસે તુરંત સાવડી ગામથી ઓટાળા ગામ જવાના રસ્તે નદીના કાંઠે રેઇડ કરતા જ્યાં બાવળની ઝાડીઓમાંથી ૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧૦ હજાર તથા દેશી દારૂની ભઠ્ઠીમાં ઉપયોગમાં લેવાતા સાધન સામગ્રી સહિત ૧૧,૪૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, રેઇડ દરમિયાન આરોપી રવીરાજસિંહ વિક્રમસિંહ જાડેજા રહે.દેડકદડ તા.ધ્રોલ જી.જામનગર વાળા હાજર નહિ મળી આવતા પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.









