સરકારી વકીલ પુજાબેન જોષીએ ધારદાર દલીલો કરી, પશુ સંરક્ષણ ની કલમો ઉમેરાઈ
ટંકારા : ટંકારા નજીક ગૌવંશને ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જતા ઈસમોને વિહિપ અને બંજરંગ દળના કાર્યકર્તાઓએ ઝડપી લીધા બાદ ત્રણ સામે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી બે આરોપી ઝડપી લીધા હતા જે બે આરોપીઓ દ્વારા જામીન અરજી કરાતા નામદાર અદાલતે બન્ને આરોપીની જામીન અરજી નામંજુર કરી છે.
આરોપી શૈલેશ માનસિંગ ચૌહાણ (રહે. નારણકા, તા.પડધરી), સાગર લખમણ ઝાપડા (રહે-તરઘરી, તા.પડધરી) અને હનીફ (રહે-કલ્યાણપર, તા.ટંકારા) વાળાઓએ આઈશર ટ્રક નંબર જીજે-૦૩-બીડબ્લ્યુ-૩૯૬૯માં કલ્યાણપર ગામેથી આરોપી હનીફ મુસ્લિમના વાડામાંથી ગૌવંશ ગાયો જીવ નંગ-૭ તથા વાછરડો નંગ-૧ આઈસર ટ્રકમાં ક્રુરતાપૂર્વક ભરી-ભરાવી ટુકા દોરડાથી ખીચોખીચ રીતે બાંધી ટ્રકમાં ઘાસ કે પાણીની કોઈ વ્યવસ્થા ન રાખી હેરફેર કરી પશુ પ્રત્યે ધાતકીપણું દાખવી હોવાની ફરિયાદ બાદ ટંકારા પોલીસ દ્વારા બે આરોપીઓની અટકાયત કરી હતી.
ત્યારે આરોપીના વકીલ દ્વારા ટંકારા સિવિલ કોર્ટમાં જામીન માટે અરજી કરતા આજ રોજ ૧૮ જુને સુનાવણી હાથ ધરી હોય જેમા બન્ને પક્ષે દલીલ બાદ સરકારી વકીલ પુજાબેન જોષીએ ધારદાર દલીલો કરી હતી. જેને કોર્ટના જયુડી. મેજી. એસ. એન. પુજાંણીએ માન્ય રાખી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫,૬(ક)ખ તથા ૮ અને ૧૦ ઉમેરો કરી બન્નેના જામીન ના-મજુર કરવા હુકમ કર્યો હતો.