ટંકારામાં રાજેશભાઈ મોમાયાભાઈ સવસેટાએ ઉમિયાનગરના રહેવાસી કાંતિભાઈ દેવશીભાઇ તાલપરાને મિત્રતાના નાતે બે લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. જે રૂપિયા પરત નહિ આપતા ફરિયાદીએ વર્ષ ૨૦૨૨ માં ફરિયાદ દાખલ કરી હતી. જે ચેક રિટર્ન કેસમાં ટંકારા કોર્ટે આરોપીને બે લાખનો દંડ અને એક વર્ષની સજા ફટકારવાનો હુકમ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, ટંકારામાં રાજેશભાઈ મોમાયાભાઈ સવસેટાએ ઉમિયાનગરના રહેવાસી કાંતિભાઈ દેવશીભાઇ તાલપરાને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા. જે રકમ પરત આપવા માટે ચેક આપ્યો હતો. જે ચૂકવ્યા વિના પરત થતાં રાજેશભાઈ મોમયાભાઈ સવસેટાએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અન્વયે ટંકારાના જયુડિસિયલ મેજીસ્ટેટ સાહેબની કોર્ટમાં અમિત પી જાની ,રાહુલ ડી ડાંગર ,કેતન બી ચૌહાણ તથા જ્યોતિ પી દુબરીયા વકીલ મારફતે મે ૨૦૨૨ માં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલતા ટંકારાના જયુડિસિયલ મેજીસ્ટેટ એસ.જી.શેખ સાહેબે ફરીયાદી પક્ષના રજુ થયેલ પુરાવાઓ તથા ફરીયાદીના વકીલોની ધારદાર દલીલો ધ્યાને લઈ,આરોપીને એક વર્ષની સાદી કેદ ની સજા અને ચેકની રકમ રૂ.૨,૦૦,૦૦૦/- નો દંડ તેમજ દંડ ચૂકવવામાં કસુર થયે ૩ મહિનાની કેદ અને દંડની રકમ માંથી ફરિયાદીને ચેકની રકમ ચૂકવવાનો ચુકાદો આપવામાં આવ્યો છે.