Saturday, November 23, 2024
HomeGujaratટંકારા પોલીસ મથકે ફરિયાદ કરવા ગયેલ વ્યક્તિને માર મારી ફરિયાદ ન નોંધતા...

ટંકારા પોલીસ મથકે ફરિયાદ કરવા ગયેલ વ્યક્તિને માર મારી ફરિયાદ ન નોંધતા પોલીસ કર્મચારી વિરૂદ્ધ ગુનો નોંધવા ટંકારા કોર્ટનો આદેશ

ટંકારામાં અરજદારને પાડોશી સાથે થયેલી માથાકૂટ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયેલ હોય ત્યારે પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધવાને બદલે અરજદારને માર માર્યો હતો જે બનાવ મામલે ટંકારા કોર્ટમાં કરેલી અરજીને પગલે નામદાર કોર્ટે આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધવાનો આદેશ કર્યો છે. આ ચુકાદા બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૫-૦૨-૨૦૨૦ ના રોજ ટંકારા ઉગમણા નાકે બે પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો જેથી આ કામના ફરિયાદી દીગુભાઈ કરશનભાઈ સોલંકી અને તેના પત્ની પોલીસ સ્ટેશન ગયા હતા જ્યાં બનાવ મામલે વાત કરતા ટંકારા બિટ જમાદાર  પ્રફુલ જેઠાભાઈ પરમારે ફરીને માર મારી કાન પાસે છ-સાત ફડાકા માર્યા હતા અને છાતીમાં ઢીકા મારી પાછળના ભાગે પાઈપ વડે માર માર્યો હતો અને બીજી વાર પોલીસ સ્ટેશન આવ્યો કે પાડોશીને કાઈ કીધું તો કાગળિયાં કરીને જેલમાં પૂરી દઈશ તેવી ધમકી આપી હતી તેમજ બીજા માણસો દ્વારા ગોળીબાર કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ૩ કલાક પોલીસ સ્ટેશન બેસાડી રાખ્યો હતો અને બાદમાં નીતિન કરશન સોલંકીના ઘરે લઇ ગયો જ્યાં ઘરની તપાસ કરી પછી આગળ હનુમાનજી મંદિર પાસે ત્રણ વ્યક્તિને પકડીને લાવ્યા અને ફરિયાદી સહિતના ચારેય વ્યક્તિને ખુબ માર્યા હતા.

જેની રાજકોટ સારવાર બાદ ફરિયાદીએ ટંકારાના મહે.જ્યુડી મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટમાં અરજી કરી હતી ત્યારે કોર્ટે ફરિયાદીની વિગતો સાંભળ્યા બાદ ઇન્ક્વાયરી કેસને ફોજદારી કેસ તરીકે રજીસ્ટરે લેવાનો હુકમ કરવામાં આવ્યો છે આરોપી ટંકારા પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રફુલ જેઠાભાઈ પરમાર વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬ (2) મુજબના ગુન્હા સબબ ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૨૦૪ મુજબ મુદત તા. ૧૫-૦૭-૨૦૨૩ ના રોજનું સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ જ્યુડી. મેજીસ્ટ્રેટ એસ. જી શેખ સાહેબ દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસમાં લીગલ સેલના એડવોકેટ મુકેશ બારૈયા રોકાયેલ હતા. ફરીયાદીએ કાનુની સેવાનો લાભ મેળવી ન્યાય મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!