ટંકારા તાલુકાના લજાઈ ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા પૂજાબેન ભેસદળીયાની ફરજમાં રુકાવટ કરી ગ્રામ પંચાયતને તાળું મારવાનો પ્રયાસ કરનાર આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. જે મામલામાં આજરોજ ટંકારા મેજિસ્ટ્રેટ કોર્ટે શંકાના આધારે છોડી મુકવાનો હુકમ કર્યો છે. તેમજ પ્રત્યેક આરોપીને ક્રિ.પો.કોડ કલમ 437(એ) હેઠળ 15,000 ના સધ્ધર જામીન તથા તેટલી જ રકમના જાત મુચરકા અથવા તો તેમના અગાઉના રજુ થયેલ જમીનદાર તરીકે ચાલુ રહેવા માંગતા હોય તો તે પુરશીસ રજુ કરવાનો હુકમ જ્યુડી.મેજી.ફ.ક. સાહેબ દ્વારા કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર,રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા અને તલાટી મંત્રી તરીકે ટંકારામાં ફરજ બજાવતા પૂજાબેન ભેસદળીયા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગત તા. 12/02/2020 ના રોજ આરોપી અમૃતભાઈ ચાવડા અને પંકજભાઈ મસોત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આરોપીઓએ ફરિયાદીની સરકારી ફરજમાં રુકાવટ કરી ગ્રામ પંચાયત કચેરીએ ફરિયાદીએ ના કહેવા છતાં તાળાબંધી કરવાની કોશિશ કરી ફરજમાં રુકાવટ કરવાનો પ્રયાસ કરતા તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. જે મામલામા ટંકારા મેજિસ્ટ્રેટ કોર્ટમાં ૧૧ મૌખિક અને એક દસ્તાવેજી પુરાવો રજુ કરાયો હતો. જે ગુન્હામાં ટંકારાના આરોપી અમૃતભાઈ આલાભાઈ ચાવડા અને પંકજભાઈ દયારામભાઈ મસોતને શિક્ષાપાત્ર ગુન્હામાં શંકાનો લાભ આપી છોડી મુકવનો હુકમ કર્યો છે. તેમજ પ્રત્યેક આરોપીને ક્રિ.પો.કોડ કલમ 437(એ) હેઠળ 15,000 ના સધ્ધર જામીન તથા તેટલી જ રકમના જાત મુચરકા અથવા તો તેમના અગાઉના રજુ થયેલ જમીનદાર તરીકે ચાલુ રહેવા માંગતા હોય તો તે પુરશીસ રજુ કરવાનો હુકમ જ્યુડી.મેજી.ફ.ક. ટંકારા સોએબમહંમદ ગુલામમહંમદ શેખ સાહેબ દ્વારા કરવામાં આવ્યો છે.