Friday, June 6, 2025
HomeGujaratટંકારા:ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારતી કોર્ટ

ટંકારા:ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારતી કોર્ટ

ટંકારામાં ચેક રીટર્ન કેસ આરોપીને એક વર્ષની સાદી કેદ સજા ફટકારવામાં આવી છે. આરોપીને કસુરવાન ઠેરવીને ૧ (એક) વર્ષની સજા તેમજ રૂ.૫,૦૦,૦૦૦ /- (અંકે રૂપિયા પાંચ લાખ પુરા ) ફરિયાદીને વળતર પેટે દિન ૬૦ માં ચુકવી આપવા હુકમ કરવામાં આવ્યો છે. તેમજ આરોપી વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો આરોપીને વધુ ૩ (ત્રણ) માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં ફરિયાદી તરફથી ટંકારાના એડવોકેટ અમિત પી જાની, રાહુલ ડી ડાંગર અને કેતન બી ચૌહાણ રોકાયેલા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, નાના ખીજડીયા ગામમાં રહેતા કિશોરભાઈ દામજીભાઇ બારૈયાએ ગજડી ગામે રહેતા વિજયભાઈ મનાભાઈ ડાંગર પાસેથી અંગત ઉપયોગ માટે રૂ. ૫,૦૦,૦૦૦ /- સંબંધના દાવે લીધા હતા. જે રકમ પરત આપવા માટે કિશોર ભાઈ દામજીભાઇ બારૈયાએ રૂ. ૫,૦૦,૦૦૦/- નો ચેક આપ્યો હતો. જે વણ ચૂકવ્યે પરત થતાં વિજયભાઈ મનાભાઈ ડાંગરે ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે ટંકારાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફ.ક. સાહેબની કોર્ટમાં વકીલ રાહુલ ડી ડાંગર દ્વારા ૧૨/૧૨/૨૦૨ ના રોજ ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતાં ટંકારાના જયુડિ. મેજી.ફ.ક એસ.જી.શેખ સાહેબે આરોપીને 1 વર્ષનીની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂ. ૫,૦૦,૦૦૦/- નું વળતર ચુકવવું તેમજ આરોપીએ વળતરની રકમ ૬૦ દિવસમાં ફરિયાદીને ચુકવી આપવી. જો રકમ ચૂકવવામાં કસુર કરે તો વધુ ૩ (ત્રણ) માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં ફરિયાદી તરફથી વકીલ અમિત પી જાની, રાહુલ ડી ડાંગર, કેતન બી ચૌહાણ રોકાયા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!