હાથ ઉછીના પૈસા લઈ પરત ન કરનાર આરોપીને કસુરવાર ઠેરવી ને ચેક પેટેના રૂ.૫,૦૦,૦૦/- ચુકવવા તેમજ એક વર્ષની સાદી કેદ ની સજા ફટકારી છે.
ટંકારામાં દેવદાનભાઈ રવાભાઈ ડાંગર તથા રાજેશભાઈ મોમૈયા ભાઈ સવસેટા એ અલગ અલગ પાંચ પાંચ લાખના ચેકની વર્ષ ૨૦૨૨ માં ફરિયાદ દાખલ કરેલ હતી.જેમાં જણાવ્યા અનુસાર ટંકારા ના રહેવાસી અમિતભાઇ ધનજીભાઈ અઘેરા એ ફરિયાદી પાસે થી પૈસાની જરૂરીયાત હોય હાથ ઉછીના પૈસા લીધેલ હતા આ રકમ પરત આપવા માટે ચેક આપેલ હતો જે વણ ચૂકવ્યે પરત થતાં દેવદાનભાઈ રવાભાઈ ડાંગર તથા રાજેશભાઈ મોમૈયા ભાઈ સવસેટા એ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ અન્વયે ટંકારાના જયુડિ. મેજી. ફ.ક સાહેબ ની કોર્ટમાં વકીલ અમિત પી જાની ,રાહુલ ડી ડાંગર ,કેતન બી ચૌહાણ તથા જ્યોતિ પી દુબરીયા મારફતે વર્ષ ૨૦૨૨ માં ફરિયાદ દાખલ કરેલ હોઈ, જે કેસ ચાલી જતાં ટંકારાના માહે જયુડિ. મેજી.ફ.ક. એસ.જી.શેખનાઓએ આરોપી ને એક વર્ષ ની સાદી કેદ ની સજા અને ચેકની ૫,૦૦,૦૦૦/- રકમ ૬૦ દિવસ માં ચૂકવવા તેમજ કસુર થયેથી વધુ તો ત્રણ મહિના ની સાદી કેદ નો હુકમ ફરમાવામાં આવેલ જે કેસ માં ફરિયાદી તરફે મોરબી/ ટંકારા ના જાણીતા વકીલ અમિત પી જાની ,રાહુલ ડી ડાંગર ,કેતન બી ચૌહાણ તથા જ્યોતિ પી દુબરીયા રોકાયેલ હતા.