Monday, January 13, 2025
HomeGujaratટંકારાનો ડેમી-૩ ડેમ સૌની યોજના મારફત ભરવામાં આવશે : આવતીકાલે ડેમી-૨ ડેમનાં...

ટંકારાનો ડેમી-૩ ડેમ સૌની યોજના મારફત ભરવામાં આવશે : આવતીકાલે ડેમી-૨ ડેમનાં છ દરવાજા બે ફુટ ખોલાશે:વાંચો કયા ગામોને ચેતવણી અપાઈ

ગુજરાતના ભૂતર્પૂવ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાણીની અછતવાળા વિસ્તારો માટે અલગ-અલગ યોજનાઓ અમલમાં મૂકી હતી. જેમાં ઉત્તર ગુજરાત માટે સુજલામ-સુફલામ યોજનાને તથા સૌરાષ્ટ્ર માટે સૌની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જેનો લાભ હવે મોરબીને પણ મળવાનો છે. સૌની યોજના મારફત ડેમી-૩ ડેમ ભરવામાં આવશે. જેને લઈ આવતીકાલે ડેમી-૨ ડેમનાં 6 દરવાજા 2 ફુટ ખોલવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

ડેમી-૨ ડેમના સેકસન ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જીલ્લાનાં ટંકારા તાલુકાનાં નસીતપર ગામ પાસે આવેલ ડેમી-૨ ડેમમા સૌની યોજનાનું મંજુર થયેલ પાણીનાં જથ્થામાંથી ડેમી-૨ સિંચાઈ યોજનામાં ઠાલવેલ પાણી અન્વયે ડેમી-૨ ડેમની નીચવાસમાં આવેલ ચેકેડમી તેમજ ડેમી-૩ સિંચાઈ ડેમ સૌની યોજના દ્વારા ભરવા માટે ડૅમનાં 6 દરવાજા 2 ફુટ આવતીકાલે સવારે ૭:૩૦ કલાકે ખોલવામાં આવશે. જેને લઈ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર તેમજ મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા તેમજ જામનગર જીલ્લાના જોડિયા તાલુકાનાં માવનુગામના લોકોને નદીનાં પટમાં અવર જવર નહિ કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!