કુલ રૂ.૨૦૪૬૦૦/-ના મુદ્દામાલ સાથે આઠ ઝડપાયા
મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધીકા ભારાઇ તથા સીપીઆઈ એચ.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન નેકનામ ગામે આરોપી અરવિંદસિંહ રમુભા ઝાલા રહે નેકનામ વાળો પોતાના ખેતરની ઓરડીમા બહારથી માણસો બોલાવી સાધન સામગ્રી પુરા પાડી તેની અવેજીમા નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીનાં આધારે દરોડો પાડી સ્થળ પરથી જુગાર રમતા અરવિંદસિહ રમુભા ઝાલા, રમેશભાઈ નાથાભાઈ પરમાર, વિરેંદ્રસિહ ખુમાનસિહ ઝાલા, વિરેંદ્રસિહ ભવાનસિહ ઝાલા, દિનેશભાઈ સુરજીભાઈ લોરીયા, શક્તિભાઇ છગનભાઈ પટેલ, જયેશભાઈ નારણભાઈ દલસાણીયા અને ક્રુષ્ણસિહ ભવાનસિહ ઝાલા એમ કુલ ૦૮ ઈસમોને રોકડા રૂ. ૪૩૧૦૦/-, મોબાઈલ ફોન નંગ-૦૮ તથા મોટરસાયકલ નંગ-૦૫ મળી કુલ રૂ. ૨૦૪૬૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આઠેય ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પીએસઆઈ બી.ડી.પરમાર, સર્વલન્સ સ્કવોડના નગીનદાસ નીમાવત, વિજયભાઈ બાર, એ.એસ.આઈ એમ.કે.બ્લોચ, સિધ્ધરાજસિહ રાણા, સિધ્ધરાજસિહ જાડેજા, અનીલભાઈ પરમાર સહિતનાઓ રોકાયેલા હતાં.