ટંકારા તાલુકાના છત્તર ગામે ગોવર્ધનભાઈ કલાભાઈ પટેલની વાડીમાં રહેતા મૂળ દાહોદ જીલ્લાના તોરણ ફળીયા ગામના વતની દીપુભાઇ મંગળાભાઇ પરમાર ઉવ.૩૭ બીમાર હોય જેથી તા.૧૨/૦૫ના રોજ તેમના પત્ની સંગીતાબેન દિપુભાઈ પરમાર તેઓને સારવાર માટે લઈ આવતા હોય ત્યારે રસ્તામા જ બે-ભાન થઈ જતા, દિપુભાઈને ટંકારા સરકારી હોસ્પીટલ ખાતે બેભાન હાલતમા સારવારમા લાવતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી દિપુભાઈને મૃત જાહેર કર્યા હતા, હાલ ટંકારા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.