Friday, December 27, 2024
HomeGujaratટંકારા : SSCમાં માસ પ્રમોશનના પગલે ધો.11 ના વર્ગો હાઉસફુલ, વર્ગોના અભાવે...

ટંકારા : SSCમાં માસ પ્રમોશનના પગલે ધો.11 ના વર્ગો હાઉસફુલ, વર્ગોના અભાવે ડ્રોપઆઉટ રેશિયો વધવાની શક્યતા

વિધાર્થી,વાલી અને શાળાના આચાર્યની ચિંતા! SSCમાં પ્રમોશનના પગલે ધો.11 ના વર્ગો હાઉસફુલ, વર્ગોના અભાવે ડ્રોપઆઉટ રેશિયો વધવાની શક્યતા : ટંકારાના અગ્રણીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને કરી લેખિત રજૂઆત

- Advertisement -
- Advertisement -

ટંકારા : ધોરણ 10માં માસ પ્રમોશનને પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થતા ધોરણ 11 માં પ્રવેશ માટે હાઉસફુલ જેવી સ્થિતિ સર્જાતા વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધવાની ચિંતા વ્યક્ત કરી વર્ગ વધારા કરવા જિલ્લા પંચાયત ટંકારા બેઠકના સદસ્ય અને અન્ય ભાજપ અગ્રણીએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી છે.

ધોરણ 10ના માસ પ્રમોશન કારણે દર વર્ષ કરતા આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધતા ધોરણ 11માં પ્રવેશ માટે ગ્રાન્ટેડ શાળામાં નવા વર્ગો ઉભા કરવા બાબતે જિલ્લા પંચાયતના ટંકારાના સભ્ય ગોધાણી ભુપેન્દ્રભાઈ અને ભાજપના નથુભાઈ કડીવારએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવ્યું છે કે વર્ષે 2020-’21માં કૉવિડ-19ને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપેલ છે. ટંકારા તાલુકાની કુલ 13 ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 10ના વર્ગો ચાલે છે. પરંતુ માત્ર 3 ગ્રાન્ટેડ શાળાઓમાં ઉચ્ચ માધ્યમિકના વર્ગો ચાલતા હોવાથી વિદ્યાર્થીઓને પ્રવેશ મળતા નથી. જે વિદ્યાર્થીઓ વર્ગોને અભાવે પોતાનું શિક્ષણ ન લઈ શકે તે ભણવાનું છોડી દેશે. આથી, ડ્રોપઆઉટને પ્રોત્સાહન મળશે. ગરીબ વાલીના સંતાનો ઉચ્ચ શિક્ષણથી વંચિત રહેશે. તો જે શાળામાં ધોરણ 11 અને 12ના વર્ગો ચાલે છે, ત્યાં નવા વર્ગોની મંજૂરી આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!