દ્વાપર યુગમાં માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. એટલે આ તિથિએ ગીતા જયંતી ઊજવવામાં આવે છે. ત્યારે મોરબીની વીરપર(મ) પ્રાથમિક શાળામાં આજ રોજ ગીતા જયંતીની ઉજવણી કરાઈ હતી.
શ્રી વીરપર(મ) પ્રાથમિક શાળામાં સર્વાંગી શિક્ષણમાં આપેલ શ્રીમદ ભાગવત ગીતાની જન્મ જયંતી નિમિત્તે શાળામાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી અને ત્યારબાદ ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના બાળકો દ્વારા ગીતાજી વિશે જાણકારી આપવામાં આવી હતી.
ત્યારબાદ શાળાના સિનિયર શિક્ષક છાયાબેન દ્વારા શ્રીમદ ભગવત ગીતાનું મહત્વ વિશે બાળકો અને ગામ લોકોને જાણકારી આપવામાં આવી અને મંચસ્થ તમામ મહાનુભાવોના હસ્તે શાળાના ધોરણ ૬ થી ૮ ના તમામ બાળકોને એક એક શ્રીમદ ભગવત ગીતાનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના અંતે તમામ બાળકોને સ્ટીમ ઢોકળાનું તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને દિપાવવા ગામમાંથી આગેવાનો જેવા કે સરપંચ મહેશભાઈ લીખિયા, જિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ, દાતા રજનીભાઇ, કો ઓર્ડીનેટર શૈલેષભાઈ, ભૂતપૂર્વ આચાર્ય જસમતભાઈ સમિતિના સભ્ય પ્રહલાદસિંહ તેમજ ગામમાંથી સ્વાધ્યાય પરિવારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાકેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.