ટંકારા પોલીસે એન.ડી.પી.એસ. તથા શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલા આરોપી સામે પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા, આરોપી સામે પાસા વોરંટ ઇસ્યુ થતા તુરંત ટંકારા પોલીસે આરોપીને પાસા હેઠળ ડિટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.
ટંકારા પોલીસ સ્ટેશન પીઆઇ કે.એમ. છાસીયાએ એન.ડી.પી.એસ. તેમજ શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલા આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી માટે દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજુઆત કરી હતી. જે અન્વયે કે.બી. ઝવેરી દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપતા આરોપી વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને ટંકારા પોલીસ ટીમે આરોપી નિજામભાઈ ઇબ્રાહીમભાઈ જુસબભાઈ આમરોણીયા ઉવ.૨૪(ઉ.વ. ૨૪ રહે. કલ્યાણપર રોડ સો-વારીયા પ્લોટ ટંકારા વાળાને ઝડપી પાડ્યો હતો. જે બાદ પાસા હેઠળ ડિટેઇન કરી આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.