ટંકારા જબલપુર વચ્ચે સરકારી ખરાબાની જગ્યામાં અને જબલપુર પ્રાથમિક શાળાથી ૧૫૦ મીટર દૂર આવારાતત્વો કચરામાં પહાડો કરી તેને આગ લગાડી જતાં રહેતા છેલ્લા પાંચ દિવસથી વિદ્યાથીઓ અને શિક્ષકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેની અસહ્ય દુર્ગંધ ને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ટંકારાના જબલપુર વચ્ચે સરકારી ખરાબામાં જબલપુર પ્રાથમિક શાળાથી 150 મીટર દૂર અને વેર હાઉસ અને તાલુકા પંચાયતની પાછળ મહાકાય ઢગલા કરી ઈસમો સળગાવી જતા રહ્યાનો બનાવ સામે આવ્યો છે. ધુમાડાના ગોટેગોટા સાથે દુર્ગંધ આવતી હોય તાલુકાની સર્વે શ્રેષ્ઠ શાળાના બાળકો અને શિક્ષકોને સુધી અસર થઈ રહી છે. છેલ્લા પાંચ દિવસથી અસહ્ય ગંધ આવતા વિદ્યાર્થી અને શિક્ષકો પરેશાન થઈ રહ્યા છે.
સરકારી તંત્રનું અસ્તિત્વ ન હોય એમ એક પણ વિભાગ આવારાતત્વોનું કઈ ઉખેડી નહી લે એવા વિશ્ર્વાસ સાથે પર્યાવરણ અને સમાજને નુકસાન કરનાર ઈસમો ખુલ્લેઆમ નિયમો ભંગ કરી રહ્યા છે. જે બાબતે તાત્કાલિક પ્રદુષણ બોડ ટંકારા, મહેસુલ વિભાગ, પોલીસ તંત્ર સુવોમોટો લઈ જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી રહી છે.