હથિયાર પરવાનાની શરતનો ભંગ કરનાર રાજકોટના શખ્સ સામે આમ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધાયો
ટંકારા પોલીસ સ્ટેશનની ટીમે મોરબી-રાજકોટ હાઇવે પર નાકાબંધી દરમિયાન રાજકોટ શહેરના એક શખ્સને લાયસન્સયુક્ત રિવોલ્વર અને જીવતા કાર્ટીઝ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીનો હથિયાર પરવાનો માત્ર રાજકોટ માટે માન્ય હોવા છતાં તે ટંકારા નગરનાકા નજીક હથિયાર સાથે પકડાયો હતો. જેથી આરોપી શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ટંકારા પોલીસ મથક ટીમ મોરબી રાજકોટ રોડ ઉપર નગરનાકા નજીક વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન દુર્ગેશભાઈ કાંતીભાઈ સગપરીયા ઉવ.૩૫ રહે. સાધના સોસાયટી રાજકોટવાળાને પોલીસ તપાસ દરમિયાન ઉપરોક્ત આરોપી પાસે એક લાયસન્સયુક્ત રિવોલ્વર કિ.રૂ.૧૦ હજાર અને જીવતા કારતૂસ ૫ નંગ કિ.રૂ.૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યો હતો, આરોપી પાસે રહેલ હથિયારનો પરવાનો માત્ર રાજકોટ સીટી માટે માન્ય હતું, અને તે આરોપી હથિયાર સાથે રાખી ટંકારા ગામ ખાતે ફરતો હોય, ત્યારે પોલીસ કમિશનર, રાજકોટ દ્વારા આપવામાં આવેલા હથિયાર પરવાનાના ભંગ અને મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયાર બંધી જાહેરનામાના ઉલ્લંઘન કરવા બદલ આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.