ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સજનપરથી ઘુનડા જવાના રસ્તે શંકાસ્પદ રીતે પ્લેટીના મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-ઈએમ-૭૦૪૬ ઉપર નીકળેલ ઇસમને રોકી તેની તલાસી લેતા તેના પાસેથી માઉન્ટ્સ-૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયરના ૫ નંગ ટીન કિ.રૂ.૫૦૦/-મળી આવતા, તુરંત આરોપી દિવલભાઈ વરસિંગ મૈડા ઉવ.૩૨ રહે. હાલ સજનપર વાડીની ઓરડીમાં મૂળ રહે.ખલતા ગામ તા.ધાનપુર જી.દાહોદ વાળાની પોલીસે અટકાયત કરી છે, આ સાથે પોલીસે મોટર સાયકલ સહિત કુલ રૂ.૨૦,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.


 
                                    






