મોરબી નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો મળતાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા અને ૬૬ ટંકારાના ધારાસભ્ય અને પૂર્વ જીલ્લા ભાજપના પ્રમુખ અને હાલમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆતોને સફળતા મળતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માન્યો હતો.
રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ૬૬ ટંકારાના ધારાસભ્ય તથા પૂર્વ જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને આજરોજ સફળતા મળી છે. વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં મોરબીની જનતાને સંપૂર્ણ જનસુવિધાઓ મળી રહે તે માટે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ મોરબીને મહાનગર પાલિકાના દરજ્જાની જાહેરાત કરતા મોરબીની વિકાસ યાત્રાને બળ મળશે તેમજ આવનારા દિવસોમાં મોરબી એક વિકસિત નગરી બની ઊભી આવશે તેવો વિશ્વાસ મોરબીના પ્રતિનિધિઓએ વ્યક્ત કર્યો છે. સાથો સાથ મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળતાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ૬૬ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.