વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ની શરૂઆત કરવામાં આવી છે. જેને મોરબી જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પયાત્રામાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ હાજરી આપવામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેની ઉત્તમ કામગીરીની રાજ્યક્ષાએ નોંધ લેવાઈ છે.
હાલમાં વડાપ્રધાન મોદીની ગેરેન્ટી વાળી ગાડી એટલે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ ગામેગામ છેલ્લા એક માસથી ફરી રહી છે. અને હજારો લોકો આ યાત્રાથી સરકારી વિવિધ યોજનાઓ જેવી કે પીએમ સ્વનિધિ,પીએમ વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના,કિસાન ક્રેડિટ કાર્ડ,ઉજ્જવલા યોજના, આયુષમાન કાર્ડ,આભા કાર્ડ, પીએમ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આધારકાર્ડ વગેરે યોજનાઓ વિશે જાણકારી મેળવી રહ્યા છે અને ફોર્મ ભરી યોજનાઓનો લાભ પણ મેળવી રહ્યા છે. ત્યારે આ સંકલ્પ યાત્રામાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને હાજર રહી લોકોને સરકારી યોજનાઓ સમજાવવાની હોય છે,લોકોની મુશ્કેલીઓ, લોકોના પ્રશ્નો સાંભળવાના હોય છે, મોરબી જિલ્લાની આ સંકલ્પ યાત્રામાં દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરીએ પોતાના વિસ્તારના તમામ ગામોમાં હાજર રહી, લોક સંપર્ક કરી મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને એમની સર્વોત્તમ કામગીરીની નોંધ રાજ્યક્ષાએ લેવાઈ છે અને રાજ્યક્ષાએથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.